સોશિયલ મીડિયાથી સંપર્ક બાદ પ્રેમસંબંધ બાંધનાર અમરોલીની પરિણીતાને પ્રેમમાં બાળક પતિને તરછોડવાનું ભારે પડી ગયું છે. રિક્ષાચાલક એવા પ્રેમીએ પરિણીતાને લગ્નની લાલચ આપી લેતાં રૂ. ૪.૫૦ લાખ પડાવી લીધા હતા.અમરોલીમાં રહેતી ૩૨ વર્ષીય પરિણીતા સરિતા ઘરે સાડીમાં સ્ટોન વર્ક કરી રત્નકલાકાર પતિને મદદરૂપ બની રહી હતી. સાડીનો જથ્થો લઈ જવા રિક્ષાની જરૂર હોવાથી આ પરિણીતા રિક્ષાચાલક રાહુલ સંતોષ નેરકર (રહે. ગણેશ રેસિડન્સી, અમરોલી)ના સંપર્કમાં આવી હતી. નંબરની આપ-લે થયા બાદ બંને વચ્ચે વોટ્સએપમાં મેસેજથી વધુ સંબંધ બંધાયા હતા. સરિતા અને રાહુલના આ સંબંધ પ્રેમમાં પરિણમતાં વાત ત્યાં સુધી પહોંચી કે પરણીત હોવા છતાંય યુવતી તેના પતિ અને બાળકોને છોડી લગ્નજીવનના સપનાં જોવા માંડયા હતા અને તેઓ વચ્ચે વારંવાર શારીરિક સંબંધ બંધાયા હતા. પતિની ગેરહાજરીમાં રાહુલ ઘરે આવીને પરિણીતા સાથે શરીરસુખ માણતો હતો. આ પરિણીતાએ મહામહેનતે બચત કરેલા રૂ.૪.૫૦ લાખ રાહુલે તેને લાગણીથી બ્લેકમેઈલ કરી પડાવી લીધા હતા. બે સંતાનોને પતિને સોંપી છૂટાછેડા આપી તે પ્રેમી રાહુલ સાથે રહેવા લાગી હતી.
રાહુલે જોકે, તેની સાથે લગ્ન કરવાનું નામ લેતો ન હતો અને તેનું સતત શારીરિક શોષણ જ કરતો હતો. આ વાત રાહુલનાં માતાપિતા અને પરિવાર સુધી પહોંચી તો તું ગુજરાતી છે, અમે મરાઠી છીએ, તારી સાથે લગ્ન થઇ શકે નહીં, એમ કહી પરિણીતાને ઘરેથી કાઢી મૂકી રાહુલે સૌરાષ્ટ્રના કોડીનાર જતી બસમાં બેસાડી સુરત પરત નહીં આવવા ધમકી આપી હતી. ૧૩ ગ્રામ સોનાના દાગીના સહિત રૂ. ૪.૫૦ લાખ પડાવી લઈને રાહુલે તરછોડી દેતા પરિણીતાએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ આપતા રાહુલ સંતોષ નેરકર (રહે. ગણેશ રેસીડન્સી, અમરોલી- મૂળ રહે. દેવુર,તા.જી.નાસિક, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. Note: News taken from press media sources

