સોનગઢના પીપળ ફળીયાના યુ.પી.નગર પાસે યુવાન વચ્ચે “તમે તેઓની સાથે કેમ ફરો છો” મુદ્દે થયેલ બોલાચાલીમાં એકને લોખંડના સળીયા વડે મારમારી તથા દંડાથી મારમારી ગંભીર ઈજા પહોંચાડી હતી,જોકે આ મામલે સોનગઢ પોલીસ મથકે સામ-સામી ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી પ્રમાણે સોનગઢ નગરના હાથી ફળીયાના દિપકભાઈ રામસિંગભાઈ ગામીતએ જમાદાર ફળીયાના સુજલ, રવી તથા જીતું સામે ફરિયાદ કરી છે, ફરિયાદમાં જણાવ્યા મુજબ દિપકભાઈનો માસીનો છોકરો સાહીલ પીરૂ પઠાણ (રહે.જેસીંગપુરા ટેકરા સોનગઢ) તથા તેનો મિત્ર ઉજેર બંને દિપક તથા તેના ભાઈ કરણ સાથે ફરતા હોવાથી “તમે તેઓની સાથે કેમ ફરો છો” કહીને પીપળ ફળીયાના યુ.પી.નગર પાસે ઝઘડો કરી તથા સાહીલને પકડી લઈ સુજલે તેના હાથમાના સળીયા જેવા સાધન વડે માર મારી માથામાં ઈજા પહોંચાડી તથા જીતુ તથા રવીએ લાકડાના દંડા વડે પગમાં માર મારી જમણા પગમાં ફેકચર સહીતની ગંભીર ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે. જયારે સામાપક્ષે જીતુ ભગવાનદાસ વડરએ જણાવ્યું છે કે જીતુભાઈ નગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હોય જેઓ કચરાનો ટેમ્પો લઈને સોનગઢ મુસ્લીમ ફળીયામાં કચરો લેવા માટે ગયા હતા તે દરમિયાન કરણભાઈ કોંકણી અને રાજભાઈ કોંકણી(બંને રહે.હાથીફળીયા-સોનગઢ) સાથે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખી જીતુભાઇ વડર તથા રિઝવાન યુનુશભાઈ શેખ, સુજલભાઈ સુરેશભાઈ ઢોડીયાને ગાળો આપી ઢીક્કમુક્કીનો માર મારી, આજે તો તમોને પતાવી નાંખીશું તેવી જાનથી મારી નાંખવાની ધમકીઓ કરણ કોંકણી, રાજ કોંકણી તથા ટાયસન કોંકણી, સાહિલ પઠાણએ આપી એકબીજાની મદદગારી કરી ગુનો કર્યાની સોનગઢ પોલીસને ફરિયાદ કરી હતી.પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

