વ્યારા નગરમાં ગણપતિ વિસર્જનને લઈને તા.૬ના રોજ પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો, જિલ્લા એલ.સી.બી.નો સ્ટાફ બંદોબસ્તમાં હતા, તે દરમિયાન જુના બસસ્ટેશનથી બેંક રોડ થઈ બહુચરાજી મંદિર તરફ જતા ગણપતિ વિસર્જન સરઘસને પુશીંગ કરવાની કામગીરી કરતા હોય તે દરમિયાન રાત્રીના આશરે નવેક વાગ્યાના અરસામાં બહુચરાજી મંદિર પાસે જુનું ઢોડીયાવાડ ગણેશ મંડળ ગણપતિ વિસર્જન સરઘસ માટે જતા હતા,જેઓને આગળ વધવા પોલીસે જણાવતા તે દરમિયાન રાજન રમેશભાઈ દેસાઈ નામના શખ્સે મંડળના ગણપતિ વિસર્જન યાત્રાને આગળ નહીં લઈ જઈ રસ્તા વચ્ચે ઉભા રહી તોફાન કરવા લાગ્યો હતો, પોલીસને કાયદેસરની ફરજમાં અડચણ કરી જેઓ સાથે ઝપાઝપી કરી તથા ગમે તેમ છુટા હાથે મારામારી કરી હતી. શખ્સે પોલીસને વર્ધી ઉતરાવી દેવાની ધમકી આપતા જેની સામે પોલીસ મથકે એલસીબીમાં ફરજ બજાવતા એએસઆઈ ધર્મેશભાઈ ગામીતે ફરીયાદ નોંધાવી હતી. 
Latest news tapi : વ્યારામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી કરનાર સામે પોલીસ ફરિયાદ

