સોનગઢના નવી ઉકાઈ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મહિલા કોઇને પણ કઇ કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી જોકે તેની શોધખોળ બાદ પણ કોઈ ભાળ નહી મળતા પરિવારજનોએ ઉકાઈ પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે સોનગઢ તાલુકાના ઉકાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું અને નવી ઉકાઈ વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય ઇલિશાબેન તુલસીંરામભાઇ ગામીત તા.૦૭/૦૯/૨૦૨૫ ના રોજ ગુણસંદા ગામે નવાગામ ફળીયામાં રહેતા ઇલેશભાઇ રમેશભાઇ ગામીત રહેણાંક ઘરેથી કોઇને પણ કઇ કહ્યા વગર ઘરેથી જતી રહેલ છે ગુમ થનારે તેણીએ શરીરે વાદળી કલરનો કુરતો તથા બ્લેક કરલનો જીન્સનો પેન્ટ તથા પગમાં જાંબુડી કલરના ચંપલ પહેરેલ છે.જે ગુજરાતી અને આદિવાસી ગામીત ભાષા બોલે છે તથા જાણે છે. આ મામલે ઇલેશભાઇ ગામીતે ઉકાઈ પોલીસને જાણ કરતા પોલીસે તા.૦૮/૦૯/૨૦૨૫ નારોજ ગુમ જાણવા જોગ બનાવ દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.

