તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં તા. ૦૬/૦૯/૨૦૨૫ના રોજ ગણેશ વિસર્જન મહોત્સવની ઉજવણી નિમિત્તે વિસર્જન શોભાયાત્રાનું આયોજન થવાનું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાવાના હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ટ્રાફિક અવરોધ ન થાય તે માટે તાપી જિલ્લા અધિક નિવાસી કલેકટર શ્રી આર આર બોરડે તેમને મળેલ સત્તાના રૂએ ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામુ બહાર પાડી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અંગે અનુરોધ કર્યો છે.
જાહેરનામા મુજબ બંધ કરવાના થતા માર્ગો : (1) સુરત–વ્યારા તરફથી જે.કે. ગેટ, ધીરજ હોસ્પિટલ, સોનગઢ નગરપાલિકા સર્કલ, સોનગઢ ટાઉન તરફ જતા નાના-મોટા વાહનો બંધ રહેશે. (2) સોનગઢ નગરપાલિકા સર્કલથી સરકારી હોસ્પિટલ–સુરજ કોમ્પ્લેક્ષ–મિનારા મસ્જિદ–દેવજીપુરા ત્રણ રસ્તા સુધી નાના-મોટા વાહનો બંધ રહેશે. (3) મહારાષ્ટ્ર–ડાંગ–ઓટા તરફથી સોનગઢ ટાઉનમાં સેન્ટ્રલ ચાર રસ્તા તરફ પ્રવેશતા નાના-મોટા વાહનો બંધ રહેશે.
સૂચવેલ વૈકલ્પિક માર્ગો: (1) સુરત–વ્યારા તરફથી આવતા વાહનો નમસ્તે સર્કલ–ઉકાઈ રોડ મારફતે પસાર થઈ શકશે. (2)ધીરજ હોસ્પિટલથી આવતા વાહનો હાથી ફળીયા–ગેસ ગોડાઉન–પારેખ ફળીયા–જુનાગામ–દેવજીપુરા ચાર રસ્તા મારફતે ડાયવર્ટ થશે. (3)ઓટા ચાર રસ્તાથી આવતા વાહનો સર્વિસ રોડ–નમસ્તે સર્કલ–ઉકાઈ રોડ મારફતે પસાર થશે.
તા. ૦૬/૦૯/૨૦૨૫ રોજ સમગ્ર વિસર્જન શોભાયાત્રા દરમ્યાન (સવારે ૧૦ કલાક થી ૨૪.૦૦ કલાક સુધી આ જાહેરનામું અમલમાં રહેશે. હુકમ નો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.તાપી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે, ટ્રાફિક પોલીસને સહકાર આપે અને નિયમોનું પાલન કરે, જેથી ગણેશ વિસર્જન મહોત્સવ આનંદમય, સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે ઉજવાઈ શકે.

