સુરતના પાંડેસરામાં માતાએ તેની ૨૦ દિવસની બાળકીને સ્તનપાન કરાવ્યા બાદ સુવડાવી દીધી હતી. દરમિયાન બાળકીની શ્વાસ નળીમાં દૂધ ફસાઈ જતાં તેનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશ દેવરીયા જિલ્લાના વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં આવેલ તુલસીધામ સોસાયટીમાં રહેતા દિપકભાઈ મોર્યા કડિયા કામ કરી પત્ની રંજનબેન તેમજ બે બાળકીનું ભરણપોષણ કરે છે. રંજનબેન તેની ૨૦ દિવસની બાળકીને સવારે સ્તનપાન કરાવ્યું હતું. બાદમાં સુવડાવી હતી. ત્યારબાદ ઉઠાડતા બાળકી ઉઠી ન હતી. જેથી બાળકીને ૧૦૮માં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે વધુ આગળની તપાસ પાંડેસરા પોલીસ કરી રહી છે.

