વ્યારાના છીંડીયા ગામે સામાન્ય બબાતે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ લઇ લીધું હતું. પત્નીને ખોટી રીતે વાત કરી ચઢાવતા હોવાના આક્ષેપ સાથે એક ઈસમે લાકડાના સપાટા મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરી હતી.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વ્યારા તાલુકાના છીંડીયા ગામના રહીશ યોગેશભાઈ ધનસુખભાઈ ગામીત તેમના મિત્ર સાથે તેમના મિત્રને અન્ય ફળિયામાં મળવા માટે ગયા હતા અને તેઓ નવી કોલોની ફળિયામાં રોડ ઉપર ઊભા રહ્યા હતા તે સમય દરમિયન રોહિતભાઈ રમણભાઈ ગામીતે પોતાના હાથમાં એક લાકડું લઈને દોડી આવ્યો હતો અને યોગેશભાઈને તું મારી પત્નીને મારા વિશે ખોટું ખોટું કેમ ચઢાવે છે કહી બે સપાટા માર્યા હતા અને હવે પછી તું જો મારા ઘર તરફ આવશે તો તને જાનથી મારી નાંખીશ કહી ચાલ્યો ગયો હતો. ઈજાગ્રસ્ત યોગેશ ગામીતે રોહિત ગામીત સામે માર મારવા તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે કરી હોવાનું જાણવા મળ્યું છે.

