વ્યારામાં આવેલ શ્રી ગણેશ ઈલેક્ટ્રોનિક્સ માંથી ટેલિફોનથી એ.સી., એલ.ઈ.ડી.ટી.વી. મળી રૂ. ૨.૧૧ લાખના સામાન ખરીદી કરી જેનું પેમેન્ટ ચેકથી કર્યું હતું, જે ચેક બાઉન્સ થતા તેમજ પેમેન્ટનું ચુકવણું ન કરનાર વાપીના ઠગ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
મળતી વિગતો પ્રમાણે વ્યારા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ શ્રી ગણેશ ઈલેક્ટ્રોનિક્સ દુકાન ચલાવતા સંજયભાઈ ચંદ્રકાંતભાઈ સૂર્યવંશી (રહે.હરિપુરા, મેઇન બજાર વ્યારા)એ તા.૨૪મી ઓગસ્ટના રોજ ફરિયાદ કરતા જણાવ્યું છે કે ગત્ તા.૨૧મી ઓગસ્ટ ના રોજ મોબાઈલ ફોનથી રવિ મનુભાઈ જૈન નામના વ્યક્તિએ ૪-એ.સી. તથા ૫-એલ.ઈ.ડી.ટી.વી.ખરીદ કરવાની વાતચીત કરી રવિભાઈએ પોતાની કંપનીના જીએસટીની વિગત મોકલેલ હતી. ત્યારબાદ નક્કી કરી રૂ. ૨,૧૧,૦૦૦નો સામાન કર્યું હતું, જે ચેક બાઉન્સ થતા તેમજ પેમેન્ટ કરવા મુદ્દે વાપીના ઠગ ઈસમે ગોળગોળ વાત કરી પોતાનો ફોન બંધ કરી લીધો હતો. ગ્રાહકે રૂ.૨.૧૧ લાખના સામાનની ખરીદી કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી ગુનો કર્યાની ફરિયાદ દુકાન માલિકે રવિભાઈ મનુભાઈ જૈન સામે કરી હતી.

