વ્યારાના કટાસવાણ ગામની સીમમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠા નહેરની બાજુમાં પૂર્વ દિશાએ તથા નેશનલ હાઈવે નં.૫૩ ની નીચે પાણી ભરાયેલા ખાડામાંથી અંદાજિત ૪૦ થી ૪૫ વર્ષીય અજાણ્યા શખ્સનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો, કોઈ અગમ્યકારણોસર પાણી ભરાયેલા ખાડામાં પડી જવાથી કે કોઈ અન્ય કારણોસર મરણ ગયેલા અજાણ્યાની ઓળખ થઈ શકી નથી. મૃતક મધ્યમ બાંધાનો, ડાબા હાથના બાવડા ઉપર છુંદણાનું નિશાન તથા જમણા હાથમાં રાખડી બાંધેલ અને કોણીથી નીચે ટીન્કુ નામનું અને સ્ટારનું છુંદણું કરાવેલ છે, તથા બાવડા ઉપર સાપ જેવા છુંદણાનું નિશાન છે.અજાણ્યાના મરણ અંગે કટાસવાણના સરપંચ ચેતનભાઈ ચૌધરીએ પોલીસ મથકે જાણ કરી હતી.
Latest news tapi: વ્યારાના કટાસવાણ ગામેથી અજાણ્યા શખ્સનો મૃતદેહ મળ્યો

