Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news : કાપડ કટિંગ સમયે પગ લપસતા કાતર સીધી છાતીમાં ઘૂસી ગઈ

સુરતની સિવિલ હોસ્પિટલમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક યુવકની છાતીમાં કાતર ઘૂસી જતાં ગંભીર હાલતમાં સારવાર માટે આવ્યો હતો. આ ઘટનાથી હોસ્પિટલના તબીબો અને સ્ટાફ ચોંકી ગયા હતા. અને તબીબોએ તાત્કાલિક અન્ય કોઈ ઈજા ન થાય તે રીતથી કાતર બહાર કાઢીને યુવકનો જીવ બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ પાંડેસરા વિસ્તારમાં ચિકુવાડી ખાતે આવેલા સિલાઈના કારખાનામાં ૨૭ વર્ષીય અખિલ સલીમ ખાન પિતરાઈ ભાઈઓ સાથે રહે છે અને ત્યાં જ સિલાઈ મશીન પર કામ કરે છે. સાંજે અખિલ તેના કારીગર મિત્રો સાથે મજાક મસ્તી કરી રહ્યો હતો. દરમિયાન કાતરથી કાપડનું કટિંગ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેનો પગ લપસી જતાં તે નીચે પડ્યો હતો. જેથી તેના હાથમાં ખુલ્લી રહેલી કાતર સીધી તેની છાતીમાં ઘૂસી ગઈ હતી. તેથી તાત્કાલિક અખિલના ભાઈ અને અન્ય સાથી કારીગરો તેને સારવાર માટે તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હોસ્પિટલ પહોંચતાં જ હાજર તબીબો અને સ્ટાફના લોકો યુવકની છાતીમાં ઘૂસેલી કાતરને જોઈને ચોંકી ગયા હતા. તબીબોએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને ત્વરિત કાર્યવાહી કરી હતી. તબીબોએ યુવકની છાતીમાંથી કાતર બહાર કાઢીને તેનો જીવ બચાવી લીધો હતો. વધુમાં અખિલની છાતીમાં ત્રણથી વધુ ટાંકા લેવામાં આવ્યા હતા. હાલ તે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે અને તેની સારવાર ચાલી રહી છે. અખિલના ભાઈ હલીમખાને જણાવ્યું કે આ ઘટના અકસ્માતે થઈ હતી. ડોક્ટરોની સમયસરની મદદથી તેમના ભાઈનો જીવ બચી ગયો છે. અખિલ સ્વસ્થ થયા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.

Advertisement
error: Content is protected !!