સોનગઢના ઉકાઇ થર્મલ પાવર સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસથી એક વન્ય પ્રાણી દીપડીની અવરજવર નજરે પડતા નાયબ વન સંરક્ષકશ્રી સચીન ગુપ્તા વ્યારા વન વિભાગ તથા ફોર્ટ સોનગઢ રેન્જનાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર ચિરાગ અજરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી દીપડી ને પકડવા માટે કે.એન વણઝારા બીટ ગાર્ડ ગુણસદા દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.જેમાં તા.૨૦મી એ બુધવારની રાત્રે 1 કલાકે અંદાજે 3 વર્ષની વન્ય પ્રાણી દીપડી સિકારની શોધમાં નીકળતાં દીપડી ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન અંદર ખુલી જગ્યાએ પાંજરે પુરાઈ ગઈ હતી.વન વિભાગ દ્વારા પાંજરે પુરાયેલી દીપડીને સલામત રીતે સોનગઢ તાલુકાના ખેરવાડા રેન્જનાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં માટેની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. 

