સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલા ઉમરાગામમાં રહેતી સ્કૂલ ડ્રાઈવરની પત્નીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફોઈના દીકરાને સાથે રાખવાનો પતિએ ઇનકાર કરતાં પરીણિતાએ અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્રાણ વિસ્તારમાં આવેલા ઉમરા ગામના વૃદ્ધશા લેકવ્યુ એપાર્ટમેન્ટમાં રહેતા ધવલસિંગ રાણા સ્કૂલવાનમાં ડ્રાઈવરની નોકરી કરે છે. તેમના ચાર વર્ષ પહેલા હર્ષિતા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. તેમને હાલમાં સંતાનમાં બે વર્ષની પુત્રી છે, ધવલસિંગની પત્ની હર્ષિતા અગાઉ ત્રણ માસ કોઈ કારણોસર વતનમાં ફુવાના ઘરે રીસામણે જતી રહી હતી. બાદમાં ગઈ તારીખ 6 જુલાઇના રોજ ફરત ફ્લાઇટમાં સુરત પોતાના ઘરે ચાલી આવી હતી. બાદમાં બે દિવસ રહીને ફરી ફુવાના ઘરે ચાલી ગઈ હતી. અને પછી છ ઓગસ્ટે ફુવાના દીકરાને લઈને પરત પોતાના સાસરિયામાં આવી ગઈ હતી. અને ફુવાના દીકરાને સાથે રાખવા અને તેણે નોકરી અપાવવા પતિને જણાવ્યું હતું. પતિએ પિતરાઇ ભાઈ હોવાથી સાથે રાખવાનો ઇન્કાર કરી દીધો હતો, જેથી તેણીએ આ બાબતે માઠું લાગી આવ્યું હતું. પિતરાઇ મુંબઈ જતો રહ્યો હતો. પતિ નોકરી પર ગયો હતો. દરમિયાન એકલતાનો લાભ લઈ હર્ષિતાએ પોતાના ઘરના રસોડામાં છતના હૂક સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ફાંસો ખાતા પહેલા હર્ષિતાએ વિડીયો બનાવ્યા હતો. તેમજ સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં એવો ઉલ્લેખ છે કે મારા આપઘાત પાછળ કોઈનો વાંક નથી, હું મારી મરજીથી આપઘાત કરું છે. જે સ્યુસાઇડ નોટ ઉત્રાણ પોલીસે કબજે કરી આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

