Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Surat: લૂમ્સના કારખાનામાં લિફ્ટની પાળી પર બેઠેલા યુવકનું નીચે પટકાતાં મોત

સચિન જીઆઇડીસી ખાતે રહેતો તરુણ લૂમ્સના ખાતાના ત્રીજા માળે આવેલી લિફ્ટની પાળી પર બેસેલો હતો. તે સમયે અકસ્માતે તરુણ નીચે પટકાતા ગંભીર ઈજાને પગલે તેનું મોત થયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, મુળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન જીઆઇડીસી ખાતે આવેલ ભોલા પ્રસાદની ચાલમાં ૧૫ વર્ષીય વિરેન્દ્ર રામહીત રાવત બનેવીની સાથે રહેતો હતો. અને બનેવીના સાથે લૂમ્સના ખાતામાં કામ શીખતો હતો. વિરેન્દ્રને અન્ય ચાર બહેનો છે. સોમવારે બપોરે વિરેન્દ્ર સચિન જીઆઇડીસી બરફ ફેક્ટરી ખાતે આવેલા લૂમ્સના ખાતામાં તેના બનેવી કામ કરતા હોવાથી ત્યાં ટિફિન આપવા માટે ગયો હતો. દરમિયાન ખાતાના ત્રીજા માળે આવેલી લિફ્ટની પાળી ઉપર વિરેન્દ્ર બેસેલો હતો. દરમિયાન તે અકસ્માતે નીચે પટકાયો હતો. જેથી તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે વધુ તપાસ સચિન જીઆઇડીસી પોલીસ કરી રહી છે.

Advertisement
error: Content is protected !!