Explore

Search

December 19, 2025

Contact us -7820092500

IAS Coaching

તાપી જિલ્લામાં એસીબીની ટ્રેપથી પોલીસ બેડામાં હડકંપ : એસ.સી.એસ.ટી.સેલના મહિલા ડી.વાય.એસ.પી. અને રાઈટર એસીબીની ટ્રેપમાં ભેરવાયા

તાપી જિલ્લામાં અમદાવાદની એસીબી ટીમે સપાટો બોલાવ્યો છે, આ વખતે કોઈ સામાન્ય કર્મી નહી પરંતુ પોલીસ ડીપાર્ટમેન્ટના મોટા હોદ્દા પર બિરાજમાન એસ.સી.એસ.ટી.સેલના મહિલા ડી.વાય.એસ.પી. સાથે તેમના વિભાગનો રાઈટર પણ એસીબીની ટ્રેપમાં સપડાયા છે. જિલ્લામાં એસીબીની ટ્રેપથી પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

મળતી માહિતી પ્રમાણે એસીબીને ફરિયાદ કરનાર ફરીયાદી તથા તેમના કુટુંબીજનો તથા તેમના બે મિત્રો એમ કુલ-૮ જણા વિરૂધ્ધ વ્યારાના કાકરાપાર પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એક્ટ તથા દહેજ પ્રતિબંધક ધારા મુજબનો ગુનો દાખલ થયો છે. તેની તપાસ એસ.સી.એસ.ટી.સેલના મહિલા ડી.વાય.એસ.પી. નીકીતા શીરોયા કરી રહ્યા છે, અને હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઇ રમણભાઇ ગામીત તેમના રાઇટર તરીકે ફરજ બજાવે છે. વ્યારાના કાકરાપાર પોલીસ મથકે દાખલ થયેલ ગુનામાં ફરીયાદીના મિત્રો અને કૂટુંબીજનોને એરેસ્ટ નહી કરવાના બદલામાં અને હેરાનગતી નહી કરવાના બદલામાં ડી.વાય.એસ.પી. અને રાઈટર (બંન્ને આરોપીઓ)એ સૌપ્રથમ ફરીયાદી પાસે રૂ,૪,૦૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી હતી પરંતુ રકઝકના અંતે રૂ.૧,૫૦,૦૦૦/- આપવાનુ નક્કી થયું હતુ.

પરંતુ ફરીયાદી આ લાંચની રકમ આપવા માગતા ન હોઇ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. ફરિયાદના આધારે અમદાવાદની એસીબીની ટીમે તા.૨૦મી ઓગસ્ટ ૨૦૨૫ નારોજ કાકરાપાર પોલીસ સ્ટેશન નજીક એલ. એન્ડ ટી કોલોની બહાર લાંચનુ છટકુ ગોઠવ્યું હતું. છટકા દરમ્યાન રાઇટર નરેન્દ્રભાઇ ગામીત ખાનગી ગાડી લઈ ને લાંચના નાણા લેવા માટે આવ્યો હતો. જોકે રાઇટર નરેન્દ્રભાઇ ગામીતને  ટ્રેપની શંકા જતા નાણા સ્વીકાર્યા વગર જ પોતાની ખાનગી ગાડી લઈને ભાગી નાશી છુટ્યો હતો. બનાવની જાણ વાયુ વેગે પ્રસરતા પોલીસબેડામાં સોંપો પડી ગયો છે,જોકે આ મામલે  અમદાવાદના ટ્રેપીંગ અધિકારીએ મહિલા ડી.વાય.એસ.પી. અને રાઈટર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!