માધ્યમો દ્વારા મળતી વિગતો પ્રમાણે સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા પાસેથી આઈસર કંટેનર ને ગૌરક્ષકોએ ઝડપી પાડયો હતો, જેમાં ટુંકાં દોરડા વડે બાંધેલ અને ઠાંસી-ઠાંસીને ક્રુરતાપુર્વક ઘાસચારા, પાણીની સુવિધા વિના ભેંસોને ભરવામાં આવી હતી. કોઈપણ સુવિધા વિના તેમજ એક રાજયમાંથી બીજા રાજયમાં પશુઓના વહન કરવા મુદ્દે કોઈપણ કાયદેસરની મંજુરી લીધેલ ન હોવા છતાં ક્રુરતાપુર્વક વહન કરવામાં આવતા હોય ૧૫ ભેંસો પૈકી એક ભેંસનું મોત થયું હતું. આ મામલે ડ્રાઇવર કમલેશભાઈ શનાભાઈ ચૌહાણ તથા મજુર પીરૂશા બચુશા દિવાન(બંને રહે.પંજાબ નગર વલણ, તા.કરજણ, જી. વડોદરા ગ્રામ્ય) ની અટક કરી હતી.જયારે કંટેનર માલિક ઇકરામભાઇ મુસાભાઇ ડમકી(રહે.પંજાબ નગર વલણ) અને ભેંસોના માલિક શકીલભાઈ રશુલભાઈ અલ્બી(રહે.આંટી ગામ નવી નગરી, ગામ આંતી, તા.પાદરા, વડોદરા ગ્રામ્ય) ને વોન્ટેડ જાહેર કર્યા હતા.

બીજા બનાવમાં સોનગઢ તાલુકાના માંડળ ટોલનાકા પાસેથી એક ટ્રકમાંથી ક્રુરતાપુર્વક લઈ જવાથી ૯ ભેંસોને ઉગારી લીધી હતી. પશુ પરિવહનના દરેક નિયમોનો ભંગ કરી પશુઓનું વહન કરતા ડ્રાઈવર દિલાવરખાન ગુલામખાન પઠાણ(રહે.હુસેનીયા સોસાયટી-૧, નવી શાક માર્કેટ પાસે ભરૂચ) અને ક્લિનર ઇકબાલ મહંમદવલી પટેલ(રહે.કસકફુવારા, પાણી ટાંકી પાસે ભરૂચ)ની અટક કરી હતી.ભેંસો ભરી આપનાર ઈબ્રાહિમ આગ્રાવાલ (રહે.પાલખેજ, ભરૂચ) અને વાહનમાલિક સલીમુદ્દીન ઝિયાદુદ્દીન લાકડાવાળા(રહે.લાકડાવાળા સ્ટ્રીટ મલેકવાડમ, ભરૂચ)ને વોન્ટેડ જાહેર કર્યા છે.

