કુકરમુંડાના મોરંબા ગામના ખાલસાપાડા ફળિયામાં ત્રણ જગ્યાએ દેશી દારૂના ભઠ્ઠા ઉપર પોલીસે દરોડા પાડતા ગોળ-મહુડાનું મિશ્રણ ઝડપી પાડી જેનો સ્થળ ઉપર જ નાશ કર્યો હતો, બે આરોપીઓને ઝડપી પાડયા જયારે એકને વોન્ટેડ જાહેર કરેલ છે. કુકરમુંડા તાલુકામાં પોલીસે મોરંબા ગામના ખાલસાપાડા ફળિયામાં ત્રણ જગ્યાએ દરોડા પાડયા હતા.
તે દરમિયાન અમિતભાઈ કરશુભાઇ વસાવા પાસેથી પાંચ પ્લાસ્ટિકના ડ્રમમાં અંદાજે ૨૨૫ લિટર ગોળ-મહુડાના મિશ્રણ મળ્યું હતું, દાસુભાઇ આજનાભાઈ ગાવિતને ત્યાંથી ત્રણ પ્લાસ્ટિકના ડ્રમમાંથી અંદાજિત ૨૦૦ લિટર ગોળ-મહુડાનું મિશ્રણ, હુપાભાઈ સીબલ્યાભાઈ પાડવીને ત્યાંથી બે ડ્રમમાંથી અંદાજિત ૧૫૦ લિટર મિશ્રણ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ ઉપર ગોળ-મહુડાના મિશ્રણનો નાશ કર્યો હતો. બે આરોપી અમિત વસાવા અને હુપા પાડવીની અટક કરી હતી, જ્યારે દાસુ ગાવિતને વોન્ટેડ જાહેર કરેલો છે.

