કુકરમુંડાના એક ગામમાં રમતી સગીરાની નજીક જઈને વાસનાલોલુપ નરાધમે પોતાના પેન્ટ ઉતારી ગંદી હરકત કરતા તેની સામે પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મળતી માહિતી અનુસાર કુકરમુંડા તાલુકામાં તા.૧૭ના રોજ એક સગીર બાળા તેની બહેનપણી સાથે ફળીયામાં રમતી હતી, તે દરમિયાન નાનસીંગભાઈ ફતુભાઈ પાડવી(ઉં.વ.૬૮) એ સગીરા પાસે પહોંચી જઈને પોતે પહેરેલું પેન્ટ ઉતારી ગંદી-ગંદી હરકત કરતા તેણી ડરી ગઈ હતી. આ નરાધમ આધેડ દ્વારા અગાઉ પણ સગીરાને રસ્તામાં અવાર-નવાર મળતો તે વખતે પૈસા બતાવી તેમના ઘરે આવવા જણાવતો તેમજ તેણીની પાછળ પાછળ જઈ પીછો કરી જાતીય સતામણી કરતો હતો. સગીરાની જાતિય સતામણી કરનાર નરાધમ સામે કુકરમુંડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
Trending News : કુકરમુંડામાં સગીરા સામે નરાધમે પોતાનો પેન્ટ ઉતારી ગંદી હરકત કરી,પોલીસ ફરિયાદ નોંધાઈ

