બારડોલીના બાબેન ગામે સંજયનગરમાં કેટલાક લોકો તીનપત્તી પાનાનો હાજીતનો જુગાર રોકડા રૂપિયા દાવ પર લગાડી રમી રહ્યા હોવાની બાતમી બારડોલી ટાઉન પોલીસને મળતા પોલીસે આ ઠેકાણે રેડ કરી જુગાર રમી રહેલા ૭ ઈસમો વિઠ્ઠલભાઈ કાશીનાથ શિન્દે(રહે. બાબેન ગામ, સંજયનગર,તા. બારડોલી) સોનું બુધ્ધભાઈ સોનકર(રહે.ઘર નં. ૨૦૪, ગોપાલનગર,બાબેન,તા.બારડોલી) દિપકભાઈ વિજયભાઈ ગૌસ્વામી(રહે. બાબેન ગામ,સંજયનગર)મહેશભાઈ ધર્માભાઈ વાડકર(રહે. સંજયનગર), દિપકભાઈ શંકરભાઈ ગુડે(રહે. સંજયનગર) કિશોરભાઈ રામભાઈ ગુડે(,રહે. સંજયનગર)ની ધરપકડ કરી હતી.
Latest News

