Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો, હાલ ડેમની સપાટી 131.02 મીટરે પહોંચી

ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. ડેમમાં નવા નીરની આવક થતાં, તેની સપાટી ફરી એકવાર 131.02 મીટરે પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1.27 મીટરનો વધારો નોંધાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી નર્મદા ડેમમાં હાલ 1,23,686 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ પાણીની આવકના કારણે ડેમની જળ સપાટી ઝડપથી વધી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. વધેલી પાણીની આવકને કારણે RBPH અને CHPHના પાવરહાઉસ ફરીથી ચાલુ કરવામાં આવ્યા છે. આ પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. હાલમાં, નર્મદા નદીમાં કુલ 55,969 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જળસપાટીમાં વધારો થતા 31 જુલાઈથી 14 દિવસ માટે નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા જેથી વધારાનું પાણી નદીમાં છોડી શકાય. ડેમની સપાટી જાળવી રાખવા અને સિંચાઈ તેમજ અન્ય જરૂરિયાતો માટે પાણીનો સંગ્રહ કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ડેમમાં નવા નીરની આવક થવાથી આગામી દિવસોમાં પણ જળ સપાટીમાં વધારો થવાની શક્યતા છે.

Advertisement
error: Content is protected !!