Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

2014ના એક લાંચ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટનો ચૂકાદો : એક દાયકા બાદ ચાર વર્ષની સજા ફટકારવામાં આવી

ગુજરાતમાં લાંચિયા અધિકારીઓ ACBના છટકામાં ઝડપાઈ રહ્યાં છે. છાશવારે આ પ્રકારના કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે 2014ના એક લાંચ કેસમાં ખંભાળિયા સેશન્સ કોર્ટનો ચૂકાદો આવ્યો છે. 2014માં સીટી સર્વેયર અને વચેટિયાને દસ હજારની લાંચ લેતા ACB એ ઝડપી પડ્યા હતા.આ બંને જણાને એક દાયકા બાદ ચાર વર્ષની સજા ફટકારવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે વર્ષ ભાણવડમાં વર્ષ 2014માં મેન્ટેનન્સ સરવેયર કચેરી ખાતે ફરજ બજાવતા લક્ષમણ ભાઈ સાગઠિયા અને વચેટિયા પૂંજાભાઈ કારેણાને 10 હજાર રૂપિયાની લાંચ લેતા ABCએ રંગેહાથે ઝડપી લીધા હતાં. આ કેસ ખંભાળિયાની કોર્ટમાં ચાલી રહ્યો હતો. હવે કોર્ટે આ કેસમાં ચૂકાદો આપતાં લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. બંને આરોપીઓને ખંભાળિયાની સેશન્સ કોર્ટે એક દાયકા બાદ ચાર વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો છે.

ફરિયાદીએ ACBમાં ફરિયાદ નોંધાવતા બંને આરોપીઓને રંગેહાથે પકડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ બંને આરોપીઓએ ફરિયાદી પાસે 10 હજારની લાંચ માંગી હતી. આ લાંચ ફરિયાદી આપવા નહીં માગતા હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ બંને આરોપીઓને 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યા હતાં. આ કેસ 2014થી કોર્ટમાં ચાલી રહ્યો હતો. જેનો આજે ચૂકાદો આવ્યો હતો.

Advertisement
error: Content is protected !!