ઉચ્છલના આમોદા ગામેથી તીન પત્તીનો જુગાર રમતા ૫ જુગારીઓને ઉચ્છલ પોલીસની રેડમાં ઝડપી પાડવામાં યા છે. પોલીસે જુગારીયાઓ પાસેથી જુગારના સાધનો સહીત કુલ્લે રૂપિયા ૧૬૮૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ઉચ્છલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તા.૧૧મી ઓગસ્ટ નારોજ કરોડ બીટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમીના આધારે આમોદાગામે જુગાર રમાતા સ્થળ પર રેડ કરી હતી. રેડ દરમિયાન સ્થળ પરથી તીન પત્તીનો જુગાર રમતા ૫ જુગારીયાઓને ઝડપી પાડી તેઓની પાસેથી જુગારના સાધનો અને રોકડ રકમ મળી કુલ્લે રૂપિયા ૧૬૮૦/-નો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો. બનાવ અંગે ઉચ્છલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજવતા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ (બક્કલ નંબર-૯૨૦)ની ફરિયાદના આધારે પાંચેય જુગારીયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જુગાર રમતા પકડાયેલા જુગારીયાઓના નામ : (૧) વિનોદભાઇ ગોવિંદભાઇ વળવી (૨) જયદાસભાઇ પોસલ્યાભાઈ વળવી (૩) અમરસિંગભાઈ રામાભાઈ વસાવા (૪) ઇંદ્રસિંગભાઈ વાસુભાઈ પાડવી (૫) ઉત્તમભાઈ ગિરધનભાઇ વળવી તમામ રહે,આમોદા ગામ તા.ઉચ્છલ

