Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest news: તમંચાની અણીએ લૂંટનો વોન્ટેડ આરોપી ૨૩ વર્ષે મથુરાથી પકડાયો

સુરત શહેરના ઘોડદોડ રોડ ખાતે દુકાનદારને તમંચો બતાવી રૂ. ૧.૯૬ લાખની લૂંટ ચલાવવાના ગુનાનો આરોપી ૨૩ વર્ષે મથુરાથી પકડાયો હતો.મળતી વિગતો પ્રમાણે પીસીબીનો સ્ટાફ પીઆઈ રાજેશ સુવેરાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસકર્મીઓને ઉમરા પોલીસ મથકે વર્ષ ૨૦૦૨માં નોંધાયેલા તમંચાની અણીએ લૂંટની ઘટનાના આરોપી અંગે બાતમી મળી હતી. આરોપી યુપીના મથુરામાં હોવાના ઈનપુટ મળતા પીસીબીની ટીમે મથુરામાં ધામા નાંખી આજમપુર ખાતેથી બલવીરસિંહ ઉર્ફે વલવીરસિંહ નરપતસિંહ ઉર્ફે નરપતભાઈ ઉર્ફે નિરપત ગુર્જરને પકડી પાડયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૦૨માં બલવીરે તેના મિત્રો સંતોષ, સંજીવ અને અજય ઉર્ફે સ્વીટી શર્મા સાથે મળી ઘોડદોડ રોડ પર ટર્નિંગ પોઈન્ટ પાસે આવેલા દુકાનદારને તમંચો તથા ચપ્પુ બતાવી રૂ.૧.૯૬ લાખની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. જે ગુનામાં સંતોષ, સંજીવ પકડાઇ ગયા હતા જ્યારે અજય અને બલવીર વોન્ટેડ હતા. આ દરમિયાન વર્ષ ૨૦૦૩માં યુપી પોલીસે અજય ઉર્ફે સ્વીટી શર્માનું એન્કાઉન્ટર કરેલું હતું. જ્યારે બલવીર ૨૩ વર્ષથી વોન્ટેડ હતો. તે યુપીમાં અલગ-અલગ ગામોમાં છુપાઈ નામ બદલી રહેતો હતો. પીસીબીએ આખરે બલવીરને દબોચી લીધો હતો. આરોપી યુપીમાં વર્ષ ૧૯૯૮થી ૨૦૧૬ વચ્ચે ૮ ગંભીર ગુનામાં પકડાઈ ચૂક્યો છે. આ ગેંગ આગ્રા અને મથુરા પંથકમાં ચોરી-લૂંટફાટ કરવામાં નામચીન હતી.

Advertisement
error: Content is protected !!