સુરતમાં ભૂવાએ દુષ્કર્મ આચર્યાંની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. આરોપી ભૂવાએ વિધિ કરવાના નામે ભાવનગરથી સુરત આવતી બસમાં જ પીડિત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. હાલ મહિલાની ફરિયાદના આધારે અડાજણ પોલીસે આરોપીની ભૂવાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.મળતી વિગ અનુસાર અનુસાર, સુરતના અડાજણમાં રહેતી પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવા બોટાદના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી.ત્યારબાદ પીડિત મહિલા વિધિ માટે સુરતથી ભાવનગર પહોંચી હતી.
જોકે, વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે બસમાં ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી. આ દરમિયાન ભૂવાએ વિધિ કરવાના નામે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.ભૂવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશ કરીને તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ સુરત પહોંચીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીની ધરપકડ કરીને દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

