Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

Trending News: મામલતદાર અને ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભ્રષ્ટાચારનો એક મોટો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં પ્રાંતિજના મામલતદાર જગદીશ ડાભી અને ડ્રાઈવરને એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા રૂ.50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

એસીબીને મળેલી ફરિયાદ મુજબ મામલતદાર જગદીશ ડાભીએ ખનીજનું વહન કરતા ડમ્પરના માલિક પાસેથી લાંચની માંગણી કરી હતી. પ્રાંતિજ-અમદાવાદ વચ્ચે ચાલતા પાંચ ડમ્પરને નહીં પકડવા માટે મામલતદારે ગાડી દીઠ રૂ.10,000 લેખે કુલ રૂ.50,000ની લાંચ માંગી હતી. આ લાંચની રકમ સ્વીકારવા માટે મામલતદારે તેમના ડ્રાઈવરને મોકલ્યો હતો.એસીબીએ પહેલેથી જ સેવા સદનના પાર્કિંગમાં છટકું ગોઠવ્યું હતું. લાંચની રકમ સ્વીકારતી વખતે એસીબીએ ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ મામલતદાર જગદીશ ડાભીની પણ ધરપકડ કરી હતી. એક જ જિલ્લામાં મહેસૂલ વિભાગમાં દસ દિવસમાં એસીબીની આ બીજી મોટી કાર્યવાહી છે.

Advertisement
error: Content is protected !!