Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

શાળા બાદ કોલેજોમાં પણ ઓઈલ અને સુગર બોર્ડ લગાડવા આદેશ

શાળાઓ બાદ કોલેજમાં પણ ઓઈલ અને સુગર બોર્ડ લગાવવા માટે ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

મળતી વિગતો પ્રમાણે જાન્યુઆરી ૨૦૨૫માં નેશનલ ગેમ્સ દરમિયાન દેશના વડાપ્રધાને લાઈફ સ્ટાઈલ બદલીને ઓબેસિટી એટલે કે મોટાપાને ઘટાડવા માટે આહવાન કર્યું હતું. ત્યારબાદ દેશની તમામ શાળાઓમાં સુગર અને ઓઈલ બોર્ડ લગાવવાથી કરાઈ હતી. શાળાઓ બાદ તમામ સરકારી ઓફિસો, સરકારી સંસ્થાઓ તેમજ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પણ સુગર બોર્ડ અને ઓઈલ બોર્ડ લગાવવા માટે શિક્ષણ વિભાગને સૂચના અપાઈ હતી. શિક્ષણ વિભાગ તરફથી મળેલી સૂચના મુજબ કોલેજો-યુનિવર્સિટીઓની ઓફિસોની કોમન જગ્યાઓ પર ડિજિટલ અથવા પોસ્ટર લગાવવાના રહેશે. તેમજ તમામ સ્ટેશનરી આઈટમ જેમ કે લેટરહેડ, કવર, નોટપેડ તેમજ ફોલ્ડર પર હેલ્થ મેસેજ પ્રિન્ટ કરવાનો રહેશે. તેમજ યુનિવર્સિટી અને કોલેજોના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને દાદરનો ઉપયોગ કરવા તેમજ બ્રેક દરમિયાન વિવિધ કસરતો કરવા માટે પ્રોત્સાહિત કરવાના રહેશે. તેમજ દિવસમાં ૨૫ ગ્રામથી વધુ ખાંડનો ઉપયોગ ન કરવો તેવા બોર્ડ પણ લગાવવાના રહેશે.

Advertisement
error: Content is protected !!