Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

લકી ડ્રોમાં ૧૦૦ ગ્રામ સોનું આપવાનું કહી જવેલર્સનું ઉઠમણું

સોનાના ભાવ પ્રમાણે ચોક્કસ રકમનો હપ્તો ભરનાર મેમ્બર્સનો દર મહિને લકી ડ્રો કરી ૧૦૦ ગ્રામ સોનું આપવાની સ્કીમના નામે વરાછાના જવેલર્સે ઠગાઇ કરી હતી.

મળતી માહિતી પ્રમાણે જહાંગીરાબાદનાં અનિલ ડુમાણીયા વર્ષોથી પૂણા-બોમ્બે માર્કેટ રોડ પર સ્વામી નારાયણ સોસા-૨માં નિલકંઠ જવેલર્સનાં હનુમાન છોગારામ બિશ્નોઈ (રહે, આરણ્ય-૨, ગોડાદરા) દાગીનાં ખરીદતા હતા. ગત ઓગસ્ટ-૨૪એ હનુમાન એક સ્કીમ લાવ્યો હતો. મેમ્બર્સ દ્વારા ચોક્કસ રકમ દર મહિને ભરી તેમાં ડ્રો કરવાનો. ડ્રોમાં વિજેતાને ૧૦૦ ગ્રામ સોનું મળે તેવી સ્કીમ રાખી હતી. આ સ્કીમમાં અનિલે આઠ મહિનામાં ૧.૬૦ લાખ રૂપિયા ભર્યા હતા, પરંતુ ડ્રો કરવાને બદલે જવેલર્સ નાણાં લઇ છુમંતર થઇ જતાં વરાછા પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.

Advertisement
error: Content is protected !!