અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આડેધડ ટ્રાફિક સામે હાઈ કોર્ટની લાલઆંખ બાદ પોલીસ દ્વારા નિયમભંગ કરનારા વાહનચાલકો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જો કે પોલીસની આ ડ્રાઈવ ઘણી સફળ રહી છે અને માત્ર અમદાવાદમાં એક જ સપ્તાહમાં 2.05 કરોડનો ટ્રાફિકદંડ વસુલવામાં આવ્યો હતો.

રોંગસાઈડ ડ્રાઈવીંગ, સિગ્નલ જમ્પ સહિતના ટ્રાફિક નિયમોના ખુલ્લા ભંગ બદલ હાઈ કોર્ટ દ્વારા પોલીસતંત્રની ઝાટકણી કાઢવામાં આવી રહી છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરભરમાં ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તેમાં 22થી29 જુલાઈના એક જ સપ્તાહમાં 2.05 કરોડના ધરખમ ટ્રાફિક દંડની વસુલાત કરવામાં આવી હતી.

