Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

ટ્રકમા સ્પિન મોપના આડમાં ચોરી છૂપીથી લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતો વધુ એક નવો કીમિયો વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નિષ્ફળ બનાવ્યો છે. એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રકમા સ્પિન મોપના આડમાં ચોરીછૂપીથી લઈ જવાતો 23.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબીએ દારના જથ્થા સાથે એક ટ્રક અને ટ્રક ચાલકને પણ દબોચી લીધો હતો.

વલસાડ જિલ્લા એલસીબીને બાતમી મળી હતી કે દમણથી એક ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી. ટ્રકને અટકાવી તેની તલાસી લેતા તેમાં ઉપરના ભાગે સ્પિન મોપના બોક્સ ગોઠવેલા જોવા મળ્યા હતા. ટ્રકની તપાસ કરતા સ્પિન મોપના બોક્સની નીચેના ભાગે વિદેશી દારૂનો જથ્થો છુપાવેલો મળ્યો હતો.એલસીબીએ આ વિદેશી દારૂ અને ટ્રક સહિત 23.51 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. એલસીબી દ્વારા દારૂની હેરાફેરી કરનાર ટ્રક ચાલકની પણ ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ એલસીબીની આ મોટી કાર્યવાહીથી દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો કેવા નવા કીમિયાઓ અજમાવી રહ્યા છે તે ફરી એકવાર સ્પષ્ટ થયું છે. પોલીસે પકડાયેલા આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. આ દારૂના નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement
error: Content is protected !!