સુરતના મોટા વરાછા વિસ્તારમાં સુમેરુ સિટી મોલમાંથી પોલીસે દરોડો પાડીને નકલી પ્રોડક્ટનું વેચાણ કરતા ડુપ્લિકેટ કોસ્મેટિક ગોડાઉન ઝડપી પીડ્યું હતું. કંપનીના જ એક કર્મીએ ઓનલાઈન પ્રોડક્ટ મંગાવતા આ ડુપ્લીકેટ કોસ્મેટિક ગોડાઉનની પોલ ખુલી હતી.
મળતી માહિતી પ્રમાણે ઉત્રાણ પોલીસે દરોડા દરમિયાન રૂપિયા 26.60 લાખનો નકલી જથ્થો જપ્ત કર્યો હતો. મોટા વરાછા વિસ્તારમાં આવેલો સુમેરુ સિટી મોલ જ્યાં નકલી કોસ્મેટિક ગોડાઉન ધમધમતું હતું.આ ગોડાઉનમાંથી આસપાસના વિસ્તારોમાં અસલી ચીજ-વસ્તુઓના રૂપિયા લઈને તેમને નકલી વસ્તુઓ મોકલવામાં આવતી હતી. લોકોને છેતરીને લોકોને હાનિકારક વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોવાનો પર્દાફાશ થયો હતો. આ કંપનીના એક કર્મીએ ઓનલાઈન કોસ્મેટિક વસ્તુની ખરીદી કરી અને આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ત્યાર બાદ પોલીસે વરાછાના સુમેરુ સિટી મોલમાં આ ગોડાઉન પર દરોડો પાજ્યો હતો.પોલીસે આ ગોડાઉનમાંથી નકલી કોસ્મેટિકનો મોટા પાયે ચાલતું વેચાણ નજરે પડ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા ગોડાઉનમાંથી પકડાયેલો સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસને ગોડાઉન પરથી રૂપિયા 26.60 લાખની નકલી કોસ્મેટિક પ્રોડક્ટનો જથ્થો હથ્થે લાગ્યો હતો. આ ડુપ્લીકેટ કોસ્મેટિક પ્રોડક્ટનો જથ્થો પોલીસે જપ્ત કરીને આગળની કાયદેસર થતી કાર્યવાહી હાથ ધરી હતી.

