Explore

Search

February 10, 2026

Contact us -7820092500

IAS Coaching

દીપડાની લટાર CCTV માં કેદ

આહવામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. શહેરની જયઅંબે સોસાયટી અને જૂની હેલિપેડ નજીક રાત્રીના સમયે દીપડાએ લટાર મારતા તે CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિક રહીશોમાં ચિંતા અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

મળતી જાણકારી અનુસાર, ડાંગ જિલ્લો જંગલ વિસ્તારથી ઘેરાયેલી હોવાથી અહીં દીપડા જેવા વન્યજીવોનું આગમન સામાન્ય છે. જોકે, આગવા શહેરના રહેણાંક વિસ્તારોમાં દીપડો દેખાવો એ એક અસામાન્ય ઘટના છે. CCTV ફૂટેજમાં દીપડો નિરાંતે સોસાયટીના રસ્તા પર ફરી રહ્યો હોવાનું જોઈ શકાય છે. આ ઘટના બાદ જયઅંબે સોસાયટી અને આસપાસના વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાયો છે. ખાસ કરીને રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. નાના બાળકો અને પાલતું પ્રાણીઓની સુરક્ષાને લઈને લોકોમાં ચિંતા છે. વન વિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને દીપડાને પકડીને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં અએ તેવી સ્થાનિકોની માંગ છે. હાલ પૂરતું, વન વિભાગ દ્વારા લોકોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને એકલા અવરજવર કરવાનું ટાળવા અપીલ કરવામાં આવી છે. દીપડો ફરી દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા પણ સૂચના અપાઈ છે.

Advertisement
error: Content is protected !!