Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત RTOની ટેક્સ નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી : બે બસ માલિકોની મિકલતો પર બોજો પાડ્યો

સુરત RTOની ટેક્સ નહીં ભરનાર સામે મોટી કાર્યવાહી સામે આવી છે, બે બસ માલિકોની મિકલતો પર બોજો પાડ્યો છે, જેમાં ભાવનગર, તળાજાની જમીન પર બોજો પાડી દીધો છે, બસ માલિક ગોરધન રોયનો 1.30 કરોડ ટેક્સ બાકી છે તો રમેશ વઘાસીયાનો રૂ.45.39 લાખનો ટેક્સ બાકી હતો, બન્નેને વારંવાર નોટિસ આપવા છતાં RTOનો ટેક્સ નહી ભરતા આરટીઓએ કાર્યવાહી કરી છે.

સુરતના બે બસ સંચાલકો સરકારનો ટેક્સ ભરપાઈ કરવામાં આડોડાઈ કરી રહ્યા હોવાથી સુરત આરટીઓએ આ બંને સંચાલકોની મિલકત પર બાકી ટેક્સની રકમનો બોજો પાડી દીધો છે. ગોરધન રોયનો 1.30 કરોડ અને રમેશ વઘાસિયાનો 45.39 લાખ રૂપિયાનો ટેક્સ ભરવાનો બાકી હતો. આરટીઓએ વારંવાર નોટિસ ફટકારી છતાં ટેક્સ ભરવામાં અખાડા કરાતા બંને બસ સંચાલકોની ભાવનગરની જમીનમાં બોજો પાડી દેવામાં આવ્યો છે.આગામી દિવસમાં ટેક્સ ભરવામાં આળસ કરી રહેલા અન્ય બસ સંચાલકો સામે કડકાઈથી કાર્યવાહી કરાશે.રાજ્યમાં ખાનગી બસ ધરાવતા કેટલાક સંચાલકો નોન યુઝ્ડના નામે સરકારી ટેક્સની મોટાપાયે ચોરી કરી રહ્યા છે. જ્યારે ઘણી વખત એક જ નંબર ઉપર બે બસ દોડાવી ટેક્સની ચોરી કરે છે. હવે યેનકેન પ્રકારે સરકારી ટેક્સની ચોરી કરનારા સામે રાજ્યની આરટીઓ કચેરીઓએ કમર કસી છે. ત્યારે સુરત આરટીઓએ લાંબા સમયથી ટેક્સ ભરપાઈ કરવામાં અખાડા કરનારા બસ સંચાલકોની સાન ઠેકાણે લાવવા અભિયાન હાથ ધર્યું છે.

Advertisement
error: Content is protected !!