ગુજરાત ATSએ પકડેલા 4 આતંકીઓને લઈ મોટા ખુલાસો થયો છે જેમાં મોબાઈલમાંથી ગુજરાત ATSને મળ્યો સૌથી મોટો પુરાવો, આંતકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની વાત સામે આવી છે, શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે શેર કરતા વીડિયો સામે આવ્યો છે, અમેરિકા પોતાનું હેડ ક્વાર્ટર ન બચાવી શક્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે, કાબૂલના બેઝ કેમ્પમાં હુમલાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે.
ગુજરાત એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન aiqsનો સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પસાર કરતા 4 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે.atsએ અમદાવાદ, મોડાસા, દિલ્હી અને નોઈડામાંથી આ લોકોને પકડી પાડેલ છે. આરોપીઓ insta ઉપર અલગ અલગ આઈડી બનાવી જેહાદ માટે ઉશ્કેરણી અને ભારત વિરોધી પ્રચાર કરી રહ્યા હતા. નોંધનીય છે કે આ લોકો પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં પણ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ats દ્વારા દિલ્હીના મોહમ્મદ ફેક,અમદાવાદથી મોહમ્મદ ફરદીન, મોડાસાથી સૈફુલ્લા કુરૈશી અને નોઈડાથી ઝીશાન અલીને પકડી પાડવામાં આવ્યા છે. atsને 10 જૂનના રોજ માહિતી મળી હતી કે ઇન્સ્ટા ઉપર 5 અલગ અલગ આઇડી છે જેમાં દેશ વિરોધી પ્રચાર કરવામાં આવે છે જેમાં sharyat_ya_sahadat,f4rdeen_3,_mujahidden1,mujhadeen.3 અને sefullah_muja_hid313 છે. આ આઇડી ઉપર તપાસ કરતા પ્રતિબંધિત આતંકી સંગઠન aiqsના પ્રચાર પસાર કરવામાં આવી રહેલ છે અને ગઝવાએ હિન્દના નામે આગળ ધપાવવા ધાર્મિક હિંસા આતંકી હુમલા કરવા માટે ઉશ્કેરવા અને લોકશાહી સરકાર સામે સશસ્ત્ર બળવાને પ્રોત્સાહન આપી ને ઇસ્લામિક શરિયતનું પાલન કરતી સરકાર અથવા ખિલાફત સ્થાપિત કરીને ભારત સામે અસંતોષ ફેલાવવા જેવા કૃત્ય કરી રહ્યા હતા.
મળતી માહિતી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી તો જાણ થઈ કે આ એકાઉન્ટ આ ચારેય આરોપીઓ દ્વારા હેન્ડલ કરવામાં આવી રહેલ છે જેથી અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તપાસ કરતા આરોપી ફરદીન શેખ પાસેથી ઓપરેશન સિંદુર દરમિયાન ભારત વિરુદ્ધ જેહાદ માટે ઉશ્કેરણી કરતું aiqsનું સાહિત્ય અને એક તલવાર મળી આવેલ. ફરદીન શેખના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવેલ જેમાં તલવાર લહેરાતો દેખાય છે અને જેમાં લખ્યું હતું કે એક આનીજ કમી હતી એ પણ પૂર્ણ થઈ ગઈ..
અલ્લા હું અકબર..સાથો સાથ તપાસ કરતા ચારેય આરોપીઓ ના મોબાઇલ માંથી insta account માં જિહાદ,ગઝવા એ હિન્દ,ધર્મ વિરોધી વિષયક ઉશ્કેરણી જનક અને ભડકાઉ વિડિઓ સામગ્રી, ધાર્મિક હિંસા અને આતંકવાદી હુમલા ને પ્રોત્સાહન આપતી સામગ્રી મળી આવેલ..મહત્વ નું છે કે દિલ્હી નો આરોપી પાકિસ્તાન ના એક વ્યક્તિ સાથે સંપર્કમાં હતો,નોંધનીય છે કે એટીએસ ને અન્ય માહિતીઓ મળી આવી છે ત્યારે એટીએસ દ્વારા 25 જેટલા સંવેદનશીલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ની માહિતી મંગાવવા માં આવી છે અને ગુન્હા ની તપાસ માટે 62 એકાઉન્ટ ની માહિતી પણ મંગાવવા માં આવી છે.. એટીએસ હવે આરોપીઓના રિમાન્ડ મેળવીને અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી છે.

