વડોદરાના પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અધિકારીઓ સામે એસીબી કરશે તપાસ, અધિકારીઓની અપ્રમાણસર મિલકત સામે એસીબી તપાસ કરશે તેવી વાત સામે આવી છે, 4 સસ્પેન્ડ અધિકારી પૈકી 3 સામે ACB તપાસ કરશે, કાર્યપાલક ઈજનેર યુ. સી. પટેલ, ના.કાર્યપાલક ઈજનેર આર. ટી. પટેલ, મદદનીશ ઈજનેર જે. વી. શાહ સામે તપાસ થશે અને ઈજનેર એન.એમ. નાયકાવાલાને સસ્પેન્ડ કરાયા હતા.
મહત્વની વાત તો એ છે કે, તમામ અધિકારીઓ કલાસ વન અધિકારી હોવાથી વડી કચેરી પાસે તપાસની માગ કરાઈ છે, ઉપલી કચેરીથી તપાસ માટેની મંજૂરી આવશે એટલે તપાસ શરૂ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે, અધિકારીઓના પગારની સામે કેટલી અપ્રમાણસર મિલકત છે તેને લઈ તપાસ કરવામાં આવશે અને રાજય સરકારને રીપોર્ટ સોંપવામાં આવશે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે.
રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને રૂયિયા ૪ લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત આજે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આ સહાય તત્કાળ મંજૂર કરવામાં આવી હતી અને વિના વિલંબે આજે ચૂકવી આપવામાં આવી હતી. ઉપલબ્ધ યાદી મુજબ, હાલ કુલ ૬૨ લાખની રકમના ચેકનું વિતરણ થયું છે જેમાં આજે ચાર ઇજાગ્રસ્તો અને ૧૫ મૃતકોના પરિવારો નો સમાવેશ થાય છે.

