Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

Gujarat: પેટ્રોલ પમ્પના માલિકે પત્ની, બે દીકરા તેમજ એક દીકરી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

ગુજરાતના વડોદરામાંથી સામૂહિક આપઘાતના પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે.શહેરના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પમ્પના માલિકે પત્ની, બે દીકરા તેમજ એક દીકરી સાથે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં પરિવાર જાતે જ હોસ્પિટલમાં દાખલ થઈ જતા જીવ બચી ગયો હતો.

મળતી માહિતી મુજબ, વડોદરાના ગોરવા વિસ્તારમાં પેટ્રોલ પમ્પના માલિક 52 વર્ષીય સુભાષ નંદેસરી, તેમની 49 વર્ષીય પત્ની, 23 વર્ષીય દીકરો અને 17 વર્ષની દીકરી તેમજ 5 વર્ષના દીકરા સાથે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બાદમાં ઉલટી થઈ જતા પરિવાર જાતે જ સયાજી હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા. સમયસર હોસ્પિટલ પહોંચી જવાના કારણે તેમનો જીવ બચી ગયો હતો.

આપઘાતના પ્રયાસ વિશે પેટ્રોલ પમ્પના માલિકે જણાવ્યું હતું કે, અમારી બેન્ક લોન ચાલે છે અને ખૂબ જ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવવાનો નિર્ણય લીધો હતો. આ બાબતે પોલીસે જણાવ્યું કે, પરિવાર સાથે આપઘાત કરનાર સુભાષ નંદેસરીનો જીઆઇડીસીમાં પેટ્રોલ પમ્પ હતો.આ પેટ્રોલ પમ્પના માટે 6 કરોડનું દેવું થઈ ગયું. પેટ્રોલ પમ્પ ચલાવવા માટે બેન્ક પાસેથી લોન લીધી હતી આ સિવાય સગા સંબંધી પાસેથી પણ પૈસા લીધા હતા.

Advertisement
error: Content is protected !!