નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ખામર ગામના ત્રણ રસ્તા પાસે હાઈવે રોડ ઉપર ટ્રક ચાલક ટ્રકમાંથી નીચે રોડ ઉપર પડી જતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. 
મળતી માહિતી મુજબ, તારીખ ૧૬ જુલાઈના રોજ સાંજના સમયે આરોપીએ પોતાનાં કબજાની ટ્રકનો ચાલક ગોવિંદ ઈડલા ટેગોર (ઉ.વ.૨૫., રહે.આલી, તા.કુકશી જી.ધાર, મધ્યપ્રદેશ) પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ખામર ગામના ત્રણ રસ્તા પાસે ટ્રકના સ્ટેઇરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં ચાલુ ટ્રકમાંથી પોતે રોડ ઉપર પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમજ શરીરે નાની મોટી ઈજાઓ થતાં પ્રથમ સારવાર રાજપીપળા સરકારી સિવિલ હોસ્પિટલમાં કરાવી વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી. વડોદરા ખાતે દાખલ કરાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. મરણજનાર આરોપી ટ્રકચાલક વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફેટલનો ગુનો દાખલ કરાયો હતો.

