Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

માંગરોળના નંદાવ ગામની સીમમાં મોપેડ ચાલકનું મોત

સુરત જિલ્લાના માંગરોળના નંદાવ ગામની સીમમાં ફોર્કલિફ્ટ મશીનના ચાલકે ગફલતભરી રીતે હંકારી ટક્કર મારતા મોપેડ પર સવાર ૩૭ વર્ષીય ઇસમનું ગંભીર ઇજા સાથે ઘટના સ્થળે મોત થયું હતું. મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસની હદમાં નંદાવ ગામની સીમમાં આવેલા બુબરીઝોલ કંપની ગે.નં.૦૩વાળા ગોડાઉન પાસે ટોયોટા ફોર્કલિફ્ટ ૨૦ મશીનના ચાલક નિતેશ નટવરભાઈ વસાવાએ ગફલતભરી રીતે હંકારી મોપેડને ટક્કર મારી હતી.

આ અકસ્માતની ઘટનામાં મોપેડ પર બેઠેલા સતીષભાઈ રણજીતસિંહ ચૌહાણને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું તેમજ તેના મિત્ર ઇસ્તિયાઝ કાદર મલેકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે કોસંબા પોલીસને જાણ કરવામાં આવતા હાલ પોલીસે નિતેશ નટવરભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!