Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજ્યમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, 15થી વધુ જિલ્લામાં જાહેર કરાયું યલો એલર્ટ

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 જુલાઈ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 4 દિવસ એટલે કે 25 જુલાઈ સુધી રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે. જ્યારે તારીખ 26 અને 27 જુલાઈના રોજ 15થી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી તારીખ 22 થી 25 જુલાઈ સુધીમાં ગુજરાતભરમાં મેઘગર્જના અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

તારીખ 26 જુલાઈના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  તારીખ 27 જુલાઈએ 18 જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

Advertisement
error: Content is protected !!