Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

ઓલપાડ પોલીસની કામગીરી : તમંચા સાથે પાંચ યુવકો પકડાયા, રૂપિયા ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ઓલપાડ પોલીસે બાઈક તથા એક્ટિવા મોપેડ ઉપર જતાં પાંચ ઇસમોને તમંચા સાથે ઝડપી પાડયા હતા. પોલીસે દેબાડ પાટિયાથી સિવાણ તરફ જતા રોડ ઉપર પદ્માવતી કોમ્પ્લેકસ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી બાઈક અને એક્ટિવા આવતા પોલીસે પકડી લીધી હતી, ઓરિસ્સાના ત્રણ શખ્સો પૈકી બાઈક ચાલક કાનુચરણ કાલુચરલ પરીદા (ઉ.વ.૨૭., હાલ રહે.અર્જુન પાર્ક, સાયણ) તેમજ અન્ય બે આરોપીઓ પૈકી બલરામ મહંત શાહુ (ઉ.વ.૨૦) અને બલરામ ભગવાન શાહુ (ઉ.વ.૨૬., હાલ બન્ને રહે.રૂમ નં.૨૨૩, દેલાડ-સિવાણ રોડ, પદ્માવતી એપાર્ટમેન્ટ,

પરીઆ) અને ચોથો અનુજ રાજકિશોર પસાદ શાહ (ઉ.વ.૨૩) બિહારનો અને પાંચમો શખ્સ સચિન સુનિલ વાગલેકર (ઉ.વ.૨૭) મુંબઈ ઈસ્ટ વિરારનો અને હાલમાં બંને રહે.સિદ્ધિ વિનાયક રેસિડન્સી, જીવનદીપ સ્કૂલની પાછળ, સાયલ સાથે રહેતા હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે બાઈક ચાલક કાનુચરણ કાલુચરણ પરીઠાનીની બેગની તલાશી લેતા હાથ બનાવટનો દેશી તમંચો તથા સચિન વાગલેકરની મોપેડની ડીકીમાંથી પણ વધુ એક તમંચો મળ્યો હતો. તેમની પાસે લાઈસન્સ ન હતું. જેથી પોલીસે પાંચે આરોપીઓને દબોચી તમંચાઓ બાબતે પુછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, આ બંને તમંચો સચિન સુનીલ વાગલેકર પોતે મેરઠ (યુ.પી.)ખાતેથી લઈ આવ્યો હતો અને એક તમંચો કાનુચરણ પરીદાને આપ્યો હતો. જેના પગલે પોલીસે કુલ રૂ.૨૫,૦૦૦/-ની કિંમતના બંને તમંચા, રૂ.૫૦.૦૦૦ની બાઈક, રૂ.૫૦,૦૦૦ની મોપેડ, આરોપીની અંગઝડતીથી મળેલા ૫ નંગ મોબાઇલ મળી કુલ રૂ.૧,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબજે લીધો હતો.

Advertisement
error: Content is protected !!