સુરત જિલ્લાના માંડવી તાલુકાના કાટકુવા ગામે થર પાસે બાંધેલી બકરીનો શિકાર કરનાર દીપડો પિંજરામાં કેદ થતા ગામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. કાટકુવા ગામે થણા સમવથી દીપડા ત્રાસથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો જયારે અનેક વખત દુધાળા ઢોર પર હુમલા થઈ રહ્યા છે. 
જયારે થોડા દિવસ પહેલા દીપડાએ ગામના રહેવાસી વિજયભાઈ સુડાભાઈ રાઠોડના ઘર પાસે બાંધવામાં આવેલી બકરી પર હુમલો કરતા બકરીનું મોત થયું હતું. આથી ગામના સરપંચએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે તાત્કાલિક પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ગતરોજ મળસ્કે એક દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગે દીપડાનો કબજો લઈ તેને જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)

