Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસીડ એટેક કર્યો, પોલીસ તપાસ શરૂ

કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે મહિલા હોમગાર્ડ ફરજ બજાવી રહી હતી ત્યારે રિક્ષા ચાલકે રિક્ષા વચ્ચે ઉભી રાખતા મહિલા હોમગાડે તેને રીક્ષા હટાવી લેવાનું કહ્યું હતું આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારબાદ રીક્ષા ચાલક અડધો કલાક પછી આવ્યો હતો અને તેણે પોતાના હાથમાં રહેલ એસિડ મહિલા હોમગાર્ડ ઉપર છાંટતા મહિલા હોમગાર્ડ બરડાના ભાગી દાજી ગઈ હતી અને અન્ય મહિલા હોમગાર્ડને પણ છાંટા ઉડતા તેઓ પણ શરીરે દાજી ગયા હતા બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી એસિડ એટેક કરનાર આરોપીની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

મળતી વિગતો અનુસાર કલોલના છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિકની કામગીરી માટે મહિલા હોમગાર્ડ અને પુરુષ હોમગાર્ડ હાજર હતા કુલ ચાર મહિલા અને એક પુરુષ હોમગાર્ડ ટ્રાફિક અંગેની પોતાની ફરજ નિભાવી રહ્યા હતા ત્યારે એક રીક્ષા ચાલક ત્યાં આવ્યો હતો અને તેણે રીક્ષા વચ્ચે ઉભી રાખતા મહિલા હોમગાડે તેને રીક્ષા હટાવી લેવાનું કહ્યું હતું જેથી રીક્ષા ચાલે કે બોલાચાલી કરી હતી.

ત્યારબાદ રીક્ષા ચાલક ત્યાંથી રવાના થઈ ગયો હતો અને અડધો કલાક બાદ હાથમાં એસિડ ભરેલો બાટલો લઈને આવી ચડયો હતો અને તેણે ફરજ બજાવી રહેલ મહિલા હોમગાર્ડ ઉપર એસિડ છાંટયું હતું તેના પગલે તે બચવા માટે ફરી જતા તેના બરડાના ભાગે એસિડ પડતા તે દાઝી ગઈ હતી અને અન્ય મહિલા હોમગાર્ડ પણ એસિડ એટેકથી બચવા દોડી હતી તેમના ઉપર પણ તેણે એસિડ છાટતા આ મહિલાઓને પણ છાંટા પડયા હતા માં આ મહિલાઓને પણ શરીરે નાની મોટી બીજાઓ પહોંચી હતી એસિડ એટેકમાં ભાવનાબેન રમણલાલ પરમાર નામની મહિલા હોમગાર્ડને શરીરે દાઝી જતા સારવાર માટે કલોલ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી બનાવ અંગે પોલીસે કાર્યવાહી કરી હતી અને એસિડ એટેક કરનાર આરોપી અશોકભાઈ રમેશભાઈ રાવત (સેનમા) ની ધરપકડ કરી હતી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!