Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

આણંદમાં યુવકે ટ્રેન આગળ પડતું મૂકી આપઘાત કર્યો

આણંદ વડોદ રેલવે સ્ટેશન વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન આગળ અજાણ્યા યુવકે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી મુજબ, આણંદ વડોદ રેલવે સ્ટેશન વચ્ચે રાતે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ટ્રેક ઉપરથી પસાર થઈ રહી હતી. દરમિયાન અચાનક અજાણ્યા ૩૦થી ૩૫ વર્ષના આસરાના યુવકે ટ્રેનની આગળ પડતું મૂક્યું હતું.

ટ્રેનની ટક્કરે કપાઈ જવાના કારણે અજાણ્યા યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. આ અંગે આણંદ રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અજાણ્યા યુવકની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે અપમૃત્યુ નોંધી અજાણ્યો યુવક કોણ છે અને ક્યાંનો છે તે દીશામાં વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!