Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Valsad : વાડીમાંથી કેબલની ચોરી કરનાર બે યુવક ઝડપાયા

વલસાડના ગાડરિયા ગામે રહેતા રહીશની અંજલાવ ખાતે આવેલી વાડીમાંથી બે યુવાનોએ ૪૦૦૦ની કિંમતના કેબલની ચોરી કરી હતી. બંને ચોરટાઓને સ્થાનિક રહીશે આબાદ રીતે ઝડપી પાડયો હતો.

મળતી માહિતી મુજબ, વલસાડના ગાડરિયા ગામના સિલોન ફળિયામાં રહેતા ચેતનભાઈ બાબુભાઈ પટેલ વલસાડના ઉટડી ગામની શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ચેતનભાઈ વલસાડના અંજલાવ ગામના દેવીચોકી ફળિયા પાસે વાડી ધરાવે છે. ચેતનભાઈની માલિકીની વાડીમાંથી બે ચોરટાઓ ૧૨૦ ફૂટ કેબલ વાયર જેની કિંમત રૂપિયા ૪૦૦૦ જેની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. દરમિયાન ગામના દેવી ચોકી ફળિયામાં રહેતા ચેતનભાઈના મિત્ર મયૂરભાઈએ કેબલ ચોરી કરનાર દિવ્યેશ પ્રકાશભાઈ નાયકા (ઉ.વ.૧૯, રહે.દેવીચોકી ફળિયા, ભોમાપારડી) અને ઈલેશ જીવણભાઈ નાયકા (ઉ.વ.૧૯, રહે.દેવીચોકી ફળિયા, અંજલાવ ગામ)ને આબાદ રીતે ઝડપી પાડ્યા હતા. જે બાબતે ચેતનભાઈ પટેલે બંને ચોરટા સામે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement
error: Content is protected !!