Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

Latest News Dang : રિવર્સમાં આવતી બસ હોટેલની દીવાલ અને ઝાડ સાથે ભટકાઈ, સદ્દનસીબે મોટી દુર્ઘટના ટળી

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે એક મોટી દુર્ઘટના ટળતા રહી ગઈ હતી. સાપુતારા સ્થિત તોરણ અંબિકા હોટેલના પાર્કિંગ એરિયામાં એક ખાનગી ટ્રાવેલ્સ બસ રિવર્સમાં આવતી વખતે હોટેલની દીવાલ અને ઝાડ સાથે ભટકાઈ હતી.

સદ્દનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ, આ ટ્રાવેલ્સ બસનું સાપુતારામાં જ બેક ફેલ થઈ ગઈ હતી. જેના કારણે ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ તોરણ અંબિકા હોટેલની દીવાલ અને ત્યાં ઊભેલા એક ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં તોરણ હોટેલની દીવાલ અને લાઈટિંગ બોર્ડને નુકસાન થયુ હતું. જોકે ઘટના સમયે બસમાં કે આસપાસ કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

Advertisement
error: Content is protected !!