Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

સાગબારા ફાટક નજીકથી પીકઅપમાં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગારના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટરની સુચનાના આધારે પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, પીકઅપ ગાડીમાં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે સાગબારા ફાટક નજીકથી ભંગારના જથ્થા સાથે ૨ આરોપીની ધરપકડ કરી હતી.

અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એચ.જી.ગોહીલની સુચનાના આધારે પોલીસકર્મીઓ પેટ્રોલિંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે પીકઅપ ગાડીમાં ગેરકાયદેસર સ્ક્રેપનો ભંગાર ભર્યો છે અને ગાડી ઝઘડીયા રોડથી અંકલેશ્વર તરફ જનાર છે. જે બાતમીના આધારે પીકઅપ ગાડી આવતા તેને ઉભી રાખી ગાડીમા ભરેલ સ્ક્રેપનો ભંગારનો અલગ અલગ સામાન જેનુ ૫૧૦ કિલો જેની રૂ.૩,૨૪,૮૨૫ તથા બોલેરો પીકઅપ ગાડીની કિંમત રૂપીયા ૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૩,૨૪,૮૨૫ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડયા હતા. આમ, પોલીસે આ મામલામાં પીન્ટુ શ્રીનિવાસ પાસવાન (રહે.અંકલેશ્વર સંજય નગર શાકભાજી પાર્કેટ પાસે) અને કનૈયાપ્રસાદ (રહે.ભડકોદરા આદિત્ય નગર)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!