Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

ગાંધીનગરમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઈન તોડી તસ્કરો ફરાર

ગાંધીનગર શહેરમાં સેક્ટર ૨૬માં આવેલી કિસાનનગર વસાહતમાં ચાલતી જઈ રહેલી મહિલાના ગળામાંથી મોપેડ ઉપર આવેલા ચેઈન સ્નેચરે ૮૦ હજારનો દોરો તોડી લીધો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આ ચેઈન સ્નેચરની શોધખોળ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, સેક્ટર ૨૬ ખાતે કિસાનનગરમાં રહેતા મયુરીબેન હરેશભાઈ પટેલના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરવામાં આવી છે. જેમાં મયુરીબેન ગઈકાલે સવારે તેમની પુત્રીને સેક્ટર ૨૨માં આવેલી ગુરુકુળમાં મૂકીને રિક્ષામાં પર ઘરે ગયા હતા. આ દરમિયાન તેઓ ઘર તરફ ચાલતા જઈ રહ્યા હતા તે સમયે એક મોપેડ સવાર યુવાન તેમની સામે આવ્યો હતો અને ત્યારબાદ તેણે તેનું મોપેડ વાળીને મયુરીબેનના ગળામાંથી સોનાનો દોરો તોડી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટયો હતો. મયુરીબેને બૂમાબૂમ કરવા છતાં તે હાથમાં આવ્યો ન હતો. જેથી તેમણે તુરંત જ તેમના પતિને જાણ કરી હતી અને ત્યારબાદ આ ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસ દ્વારા ૮૦ હજારના સોનાના દોરાની ચીલ ઝડપનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઈન સ્નેચરની શોધખોળ શરૂ કરી હતી.

Advertisement
error: Content is protected !!