Explore

Search

May 12, 2026

Contact us -7820092500

IAS Coaching

પારડી પોલીસની કામગીરી : ટેમ્પામાંથી રૂ.૭.૭૦ લાખનો દારૂ સાથે ચાલકની ધરપકડ કરી

વલસાડ જિલ્લાના પારડી પોલીસ સ્ટેશનના સ્ટાફે વાપી-વલસાડ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આઇસર ટેમ્પામાંથી રૂ.૭.૭૦ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. તારીખ ૧૬ નારોજ એ.એસ.આઈ. અને અન્ય પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. ત્યારે માહિતી મળી હતી કે, એક આઇસર ટેમ્પોમાં ગેરકાયદેસર રીતે દારૂ સંતાડીને લઈ જવામાં આવી રહયો છે.

જેથી પોલીસે પારડી ચાર રસ્તા બ્રિજ પાસે નાકાબંધી કરતાં સંદિગ્ધ આઈસર ટેમ્પો મળી આવ્યો હતો. ટેમ્પાના કેબિનની પાછળ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. તપાસ કરતાં ટેમ્પામાંથી ૫૦ બોક્સમાં કુલ ૨,૪૪૮ વ્હિસ્કી બોટલો (૪૪૦.૬૪ લિટર) મળી આવી હતી. જેની કિંમત ૭,૭૦,૪૦૦ રૂપિયા અને ટેમ્પો કિંમત ૪ લાખ રૂપિયા કબ્જે કરી ટેમ્પાના ચાલક ગણેશ શંકર પવળે (ઉ.વ.૩૮., રહે.હાલ વાપી ગુંજન ચાર રસ્તા કૃષ્ણાલોજ રાજારાની પાસે, મૂળ રેટવળી ગામ, તાલુકા-સજગુરૂનગર, ખેડા, પુણે, મહારાષ્ટ્ર)ની ધરપકડ કરી હતી. આમ, ઝડપાયેલ ચાલક પાસેથી બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા આમ પોલીસે કુલ ૧૧,૮૦,૪૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.

Advertisement
error: Content is protected !!