બનાસકાંઠાનાં પાલનપુર તાલુકાની ગઢ પોલીસની ટીમ મારામારીના ગુન્હામાં કોર્ટના પકડ વોરંટ બજાવવા ટોકરિયા ગામે ગઈ હતી. જ્યાં આરોપીઓ એકદમ ઉશ્કેરાઈને પોલીસ ટીમ પર લાકડી, ધારિયા વડે હુમલો કરી તેમજ પથ્થરો ફેંકીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી હતી. 
મળતી માહિતી મુજબ, પાલનપુર બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્સ કોર્ટએ ક્રિમિલન કેસમાં પકડ વોરંટ બજાવવા ગઢ પોલીસની ટીમ ટોકરિયા ગામના શંકર ઉર્ફે પ્રકાશ ભીલ, રણછોડ ભીલ અને ગીતા ભીલના ઘરે પહોંચી હતી. જ્યા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ પોલીસ ટીમને ગાળો આ આરોપીઓએ લાકડી અને ધારિયા વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ગઢ પોલીસે ત્રણ આરોપી સામે હથિયાર બંધીના જાહેરનામાનો ભંગ કરવા અંગે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. ગઢ પોલીસ પર હુમલો કરનાર ટોકરિયા ગામના આરોપી પ્રકાશ ભીલ, રણછોડ ભીલ અને ગીતા ભીલ સામે અગાઉ મારામારીનો એક ગુન્હો નોંધાયો હતો. જેનો કેસ પાલનપુરના બીજા એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્સ કોર્ટમાં ચાલે છે. જેમાં આરોપીઓ મુદતે હાજર ન રહેતા કોર્ટે તેમનું પકડ વોરંટની ઈસ્યુ કર્યું હતું. જેની બજવણી કરવા જતા હુમલો કરાયો હતો.

