Explore

Search

February 9, 2026

Contact us -7820092500

IAS Coaching

રાજકોટમાં ડમ્પર અડફેટે આવતાં યુવતીનું ઘટના સ્થળ ઉપટ મોત નિપજ્યું

રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો, જેમાં ડમ્પર ચાલકે એક કોલેજિયન યુવતીને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મૃતક યુવતીનું નામ જુહી નડિયાપરા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ, જુહી નડિયાપરા પોતાની બહેનપણી સાથે કોલેજ જવા નીકળી હતી. થોડી જ વાર પહેલાં તેના પિતા તેને હનુમાન મઢી ચોક નજીક મૂકીને ગયા હતા.

આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરના ચાલકે જુહીને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતી અને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ જુહીને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. દીકરીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અને સિવિલ હોસ્પિટલ ખાતે આક્રંદ જોવા મળ્યો હતો. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!