વ્યારાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી ટેમ્પોમાં વગર પાસ પરમીટે તથા ખીંચોખીંચ ભરી તથા ટૂંકી દોરીથી બાંધી તથા ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ નહિ રાખી ભેંસો ભરી જતાં ચાલક અને ક્લીનરને ઝડપી પાડી રૂપિયા ૭.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો જયારે આ કામે એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. 
મળતી માહિતી મુજબ, વ્યારા તાલુકાનાં વીરપુર ગામની સીમમાંથી પસાર થતાં નેશનલ હાઈવે પરથી તારીખ ૧૩/૦૭/૨૦૨૫ નાંરોજ એક નંબર ટેમ્પો જીજે/૧૮/બીટી/૦૨૦૧માં વગર પાસ પરમીટે તથા ખીંચોખીંચ ભરી તથા ટૂંકી દોરીથી બાંધી તથા ઘાસચારા કે પાણીની વ્યવસ્થા પણ નહિ રાખી તેમજ ટેમ્પોમાં પ્રાથમિક સારવારનાં સાધનો નહિ રાખી અને કોઇ સત્તાધારી અધિકારીના પ્રમાણપત્ર વગર કૂલ ૧૪ નંગ ભેંસો મળી આવી હતી.
જેની કિંમત રૂપિયા ૨,૮૦,૦૦૦/- હતી. ત્યારબાદ પોલીસે ટેમ્પો ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ, મહંમદતોસીફ ગુલામભાઇ વહોરા (ઉ.વ.35) અને ક્લીનરનું નામ પૂછતા તેને પોતાનું નામ, આસીફ ઇકબાલ સિન્ધી (બંને રહે.વલણ ગામ, બાબર કોલોની ફળિયું, તા.કરજણ, જિ.વડોદરા ગ્રામ્ય)નાં હોવાનું જણાવ્યું હતું. તેમજ ટેમ્પામાં ભેંસો ભરી આપનાર ટેમ્પાનો માલિક સલમાન અલીભાઇ મઠીયા (રહે.વલણ ગામ, બાબરી મસ્જીદ પાસે, તા.કરજણ, જી.વડોદરા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે ટેમ્પો જેની કિંમત રૂપિયા ૫,00,00૦/-, બે નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૧૦,૦૦૦/- અને ૧૪ નંગ ભેંસો જેની કિંમત રૂપિયા ૨,૮૦,૦૦૦/- મળી કૂલ રૂપિયા ૭,૯૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ ચાલક અને ક્લીનર વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ આ કામે એક ઈસમને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

