વ્યારાનાં પાનવાડી ગામની સીમમાં પુલ પહેલા વ્યારાથી ભેંસકાતરી તરફ જતાં રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જતા બાઈક ચાલકનું ગંભીર ઈજાને કારણે મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં ધમોડી ગામનાં મંદિર ફળિયામાં રહેતા કૌશિકભાઈ અશ્વિનભાઈ ગામીત (ઉ.વ.૩૨)નાંઓ તારીખ ૧૨/૦૭/૨૦૨૫ નાંરોજ મેહુલ સુમનભાઈ ગામીત નાંઓની બાઈક નંબર જીજે/૨૬/એમ/૩૯૫૮ને લઈ અંકિતભાઈને નવ વાગે મુકવા માટે ધમોડીથી વ્યારા આવ્યા હતા. ત્યારબાદ સાડા નવ વાગે અંકિતભાઈને ધમોડી ગામે જતાં હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાનવાડી ગામની સીમમાં પુલ પહેલા બાઈકને અડફેટે લઈ અકસ્માત સર્જાયો હતો.
જોકે આ અકસ્માતમાં કૌશિકભાઈને માથામાં ગંભીર ઈજા પહોંચાડી તેમજ શરીરે ઘસરકાની ઈજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક પોતાના કબ્જાનું વાહન સ્થળ ઉપરથી લઈ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મૃતક યુવકનાં પિતા અશ્વિનભાઈ ગામીતે વ્યારા પોલીસ મથકે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

